વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચું

By: nationgujarat
28 Oct, 2024

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત 20 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી જોકે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોઈ અનેક દાવેદારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં પહોંચ્યા હતા. ત્યારે ચકાણસીને અંતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા હતા. સુઇગામ પ્રાંત કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ હતી. ફોર્મ ચકાસણી દરમિયાન 8 ફોર્મ રદ કરાયા છે. 30 ઓક્ટોમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પર વાંધા
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસવાની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો હતો. વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં વાંધા કાઢી ફોર્મ રદ કરવાની રજુઆત કરી હતી. ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવાયો હતો. નમુના 26 નું સોગન કરવા માટેનું સ્ટેમ્પ પરમાર સ્વરૂપજી સરદારજીના નામે છે, જેનો વાંધો રજૂ કરાયો. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના મતદાર યાદીના પ્રમાણપત્ર સામે વાંધો રજુ કરાયો હતો. વાવ વિધાનસભામાં મતદાર યાદીમાં નામ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ નથી કર્યું. ગુલાબસિંહ રાજપૂતનું મતદાર કાર્ડ થરાદમાં છે અને ચૂંટણી વાવ વિધાનસભાની હોવા છતાં ગુલાબસિંહ રાજપુતે થરાદ મતદાર ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યું તે ગેરલાયક હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. આમ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુ એ ભાજપ અને કાંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી. એટલું જ નહિ, બંને ઉમેદવારોના ફોર્મ અયોગ્ય ઠેરવી રદ નહિ થાય તો અપક્ષ ઉમેદવારે કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.


Related Posts

Load more