વડોદરામાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)માં સી-295 વિમાનના નિર્માણ હેતું ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે. અમરેલીમાં વડાપ્રધાન મોદી લગભગ 4900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રેરણાદાઇ સંબોધન કરતા જણાવ્યું કે, સ્પેનના વડાપ્રધાનશ્રી પેડ્રો સાંચેચનો પહેલો ભારત પ્રવાસ છે. આજથી આપણે ભારત અને સ્પેનની ભાગીદારીને નવી દિશા આપવા જઇ રહ્યા છીએ. આપણે સી-295 એરક્રાફ્ટના ઉત્પાદનની ફેકટરીનુ શુભારંભ કરવા જઇ રહ્યા છીએ. આ ફેકટરીથી ભારત અને સ્પેનના સંબધોને મજબૂતી આપવા સાથે મેક ઇન ઇન્ડિયા , મેડ ફોર ધ વર્લ્ડ મિશનને પણ સશક્ત કરશે. એરબસ અને ટાટાની આખી ટીમને શુભકામના પાઠવું છું.
શ્રી મોદી સાહેબે સ્વર્ગસ્થશ્રી રતન ટાટાજીને યાદ કરતા જણાવ્યું કે, દેશે થોડા દિવસ પહેલા જ મહાન સપુત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજી જો આજે અંહી હોત તો સૌથી વઘુ ખુશી તેમને થાત. આજે તેમનો આત્મા જ્યા પણ હશે તે આજે ખૂબ આનંદની લાગણીનો અનુભવ કરશે. સી-295 એરક્રાટની આ ફેક્ટરી નવા ભારતની નવી વર્ગ કલ્ચરને રીફલેક્ટ કરશે. મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે પ્લાનીગ અને એક્સીક્યુશનમાં બીન જરૂરી મોડુ ન થાય. આજે ભારતમાં બનેલા મેટ્રો કોચ અન્ય દેશોમા આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમા એરક્રાફટ ફેકટરીમાં બનેલા વિમાન અન્ય દેશોને પણ એક્સપોર્ટ કરવામાં આવશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પહેલા ભારતમા ડિફેન્સ ઇકોસિસ્ટમ મેન્યુફેક્ચરિંગ નવી–નવી ઉંચાઇઓ ફકત પાછલા દસ વર્ષમાં મેળવી છે જે આની પહેલા આપણે કલ્પના પણ નોહતા કરી શકતા કે ભારતમા મોટા પ્રમાણમાં ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ સંભવ છે. દસ વર્ષ પહેલા આપણે ડિફેન્સના સાઘનો ઇમ્પોર્ટ જ કરતા હતા પરંતુ ભારતને નવી ઉંચાઇ લઇ જવાનો સંકલ્પ કર્યો અને આજે ભારતમા પણ ડિફેન્સના સાઘનોનુ ઉત્પાદન થશે. કોઇ પણ કાર્યને સફળતા પુર્વક પુર્ણ કરવા કુશળ આયોજન અને સાચી ભાગીદારી જરૂરી છે. ભારતની ડિફેન્સ સેક્ટરનુ કાયાકલ્પ રાઇટ પ્લાન અને રાઇટ પાર્ટનર્શીપનુ ઉદાહરણ છે. અમે ડિફેન્સ મેન્યુફેક્ચરીંગમા પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીને વિસ્તાર આપ્યો છે. યુ.પી અને તમીલનાડુમાં બે મોટા ડિફેન્સ કોરિડોર બનાવ્યા આવા અનેક નિર્ણયોથી ડિફેન્સ સેક્ટરમા નવી ઉર્જા ઉમેરવાનુ કામ કર્યુ છે. પાછલા પાંચ થી છ વર્ષોમાં જ ભારતમાં અંદાજે એક હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટઅપ બન્યા છે. પાછલા દસ વર્ષમા ભારતનુ ડિફેન્સ એક્સપોર્ટ 30 ગણુ વધ્યુ છે. આજે આપણે દુનિયાના 100 થી વધુ દેશોને ડિફેન્સ ઇક્યુપમેન્ટ એક્સપોર્ટ કરીએ છીએ.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારત સ્કીલ અને જોબ ક્રિએશન પર વધુ ભાર આપે છે અને એર બસ અને ટાટાની આ ફેક્ટરીથી ભારતમા હજારો લોકોને રોજગારી મળશે.આ પ્રોજેક્ટના કારણે એરક્રાફટના પાર્ટસનું મેન્યુફેક્ચરીંગ થવા જઇ રહ્યા છે. આ ફેક્ટરીથી ભારતને નવી સ્કીલ અને નવા ઉદ્યોગોને ખૂબ બળ મળશે. આજના આ કાર્યક્રમને ટ્રાન્સપોર્ટ એરક્રાફટની મેન્યુફેકચરીંગથી આગળ જોઇ રહ્યો છું. પાછલા એક દશકમા ભારતના એવીએશન સેક્રટરના ગ્રોથ અને ટ્રાન્સફોર્મેશનને જોયુ છે. નાના શહેરોમાં પણ એરકનેક્ટીવીટી પહોચાડી રહ્યા છીએ. ભારતને એવીએશન અને એમ.આર.ઓ ડોમેનનુ હબ બનાવવા કામ કરી રહ્યા છીએ. જુદી–જુદી ભારતીય એરલાઇન્સે 1200 નવા એરક્રાફ્ટ ખરીદવા ઓર્ડર આપ્યો છે. ભવિષ્યમા ભારતી ની જરીયાતોને પુર્ણ કરવા સીવીલ એરક્રાફ્ટની ડિઝાઇનથી લઇ ઉત્પાદન સુધી આ ફેક્ટરીની મોટી ભૂમિકા રહેશે. વડોદરા શહેર પહેલેથી એમએસએમઇની મજબૂત સેન્ટર છે. હવે વડોદરા એવીએશનના ઉત્પાદન ક્ષેત્રે મોટુ હબ બનવા જઇ રહ્યુ છે એટલે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને તેમની ટીમને આધુનિક ઔધગીક નીતીઓ અને નિર્ણય શક્તિની પ્રશંસા કરુ છું. વડોદરા ભારતનુ એક મહત્વપુર્ણ કલ્ચરણ શહેર પણ છે,વડોદાર આપણી સાંસ્કૃતિક નગરી છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે કલચરલ કેનેક્ટનુ વિશેષ મહત્વ છે. ફાધર કાર્લોસ વિલે સ્પેનથી આવી ગુજરાત વસ્યા હતા અને તેમને તેમના જીવનના 50 વર્ષ અંહી વિતાવ્યા હતા. તેમને તેમના વિચારો અને લેખનથી ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ કરી હતી. તેમના મહાન યોગદાન માટે ભારતે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મે સાંભળ્યુ છે કે સ્પેનમા પણ ભારતના યોગ ખૂબ પ્રચલીત થયા છે. સ્પેનના ફુટબોલને પણ ભારતમા ખૂબ પસંદ કરવામાં આવે છે. ફુડ,ફિલ્મસ અને ફુટબોલમા આપણા સબંધ ખૂબ મજબૂત છે. ભારત અને સ્પેને વર્ષ 2026ને ઇન્ડિયા–સ્પેન યર ઓફ કલ્ચર ટુરિઝમ એન્ડ એઆઇના રૂપે મનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારત અને સ્પેનની ભાગીદારી ખૂબ જ મહત્વની અને વાઇબ્રન્ટ છે.