એક તરફ ગેનીબેનના ગઢમાં પેટાચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. તો ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન પટેલ અને ભૂપત ભાયાણીને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના આ બે પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવતાં ફરી રાજકારણ ગરમાયું છે. ગેનીબેન પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે ભૂપત ભાયણીએ વિસાવદરના ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમને ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. પરંતુ રાજીનામાં આપ્યા બાદ બંને પૂર્વ ધારાસભ્યોને વિધાનસભા દ્વારા ક્વાર્ટર ખાલી કરી દેવા માટે કહી દેવામાં આવ્યું હતું. તેમ છતાં કવાર્ટરનો કબજો ન છોડતા નોટિસ ફટકારવામાં આવી છે. હાલમાં પણ આ બંને ધારાસભ્યોએ કવાર્ટર પર કબજો યથાવત રાખ્યો છે. જોકે, ગેનીબેનનું કહેવું છે કે તેમણે ક્વાર્ટર ખાલી કરી દીધું છે.
ગેનીબેન ઠાકોરના કબજે રહેલું કવાર્ટર પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવવામાં આવ્યું છે. 15 દિવસ પહેલાં નોટિસ વિધાનસભાના મારફતે આપવામાં આવી હતી. તેમ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં માર્ગ મકાન વિભાગ દિવાળી બાદ બીજી નોટિસ આપશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગેનીબેન ઠાકોરને સાંસદનો બંગલો મળી ચૂક્યો છે, તેમ છતાં તેમણે એમએલએ ક્વાર્ટર ખાલી કર્યું નથી.
સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘હજુ સુધી દિલ્હીમાં મને સાંસદનો બંગલો મળ્યો નથી. નવું સત્ર શરૂ થાય ત્યારબાદ આપવાની વાત છે. દિલ્હીમાં બંગલાની ફાળવણી કરી દીધી છે પરંતુ મેન્ટેન્સનું કામ ચાલી રહ્યું છે. જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે મેં જેને ફાળવવામાં આવ્યો છે તેમને સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે બાળકો ભણતા હોવાથી 15 દિવસનો સમય માંગ્યો હતો. તેમણે હજુ સુધી કોઇ ઉઘરાણી કરી નથી. દિવાળી પર નોટિસ આપે કે ન આપે તે વહિવટી બાબત છે, પરંતુ ક્વાર્ટર ખાલી કર્યાને 10 થી 15 દિવસ થઇ ચૂક્યા છે. તેમને જેને પણ ફાળવવું હોય તેને ફાળવી શકે છે. ક્વાર્ટરની ચાવી ફક્ત અમારી પાસે હતી, તે પણ એમએલએ ક્વાર્ટર સંભાળનારને આપેલી છે. અમે અમારી પાસે ચાવી રાખતા નથી. અમે રેગ્યુલર રહેતા હતા તો પણ ચાવી તેમની પાસે જ રહેતી હતી. ક્વાર્ટર ખાલી કર્યા બાદ અમારું કોઇ વ્યક્તિ તે ક્વાર્ટર રહેતું નથી.’
ગેનીબેનના ક્વાર્ટરમાં હાલ કોઈ રહે છે : સરકારી કર્મચારી
ગેનીબેને દિલ્હીમાં હજુ બંગલો મળ્યો નથી તેવી વાત કરી છે. આ સાથે એમએલએ ક્વાર્ટર ખાલી કરી દીધાની પણ વાત કરી છે. તો બીજી તરફ ગાંધીનગર સેકટર 21 ખાતે MLA ક્વાર્ટરની કચેરીએ ટેલીફોનિક સંપર્ક કરતાં ત્યાં હાજર કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘ગેનીબેન ઠાકોરને આપવામાં આવેલ ક્વાર્ટર હાલ ચાલુ છે અ