ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજા દિવસે ભારતે પ્રથમ સેશનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. કિવી સ્પિન આક્રમણ સામે ભારતીય ટીમ લાચાર દેખાઈ રહી છે. લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 107/7 છે. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નથી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે 30-30 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટરે 4 અને ગ્લેન ફિલિપ્સે 2 વિકેટ ઝડપી હતી.
મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડની ટીમ 259 રન સુધી મર્યાદિત હતી જેના જવાબમાં દિવસની રમતના અંત સુધીમાં ભારતે 1 વિકેટના નુકસાને 16 રન બનાવી લીધા હતા. ભારતને એકમાત્ર ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ક્રિઝ પર હાજર છે. પ્રથમ દિવસે ભારતનો હીરો વોશિંગ્ટન સુંદર હતો જેણે 7 વિકેટ લઈને કીવીઓને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ અડધી સદી ફટકારી હતી.બીજા દિવસનું પ્રથમ સેશન ન્યુઝીલેન્ડના નામે રહ્યું હતું. કિવી ટીમે 91 રન ખર્ચીને 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. ન્યુઝીલેન્ડના સ્પિન આક્રમણ સામે ભારત લાચાર દેખાતું હતું.