LIVE Score 2nd Test:પ્રથમ દિવસે લંચ સુધી ન્યુઝીલેન્ડે 92 રન બનાવ્યા હતા, ભારતને માત્ર 2 વિકેટ મળી

By: nationgujarat
24 Oct, 2024

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે એટલે કે ગુરુવારે 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય ટીમમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. મેટ હેનરીના સ્થાને મિશેલ સેન્ટનર ન્યુઝીલેન્ડ તરફથી રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ ભારતીય ટીમની બહાર છે. શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપ પ્લેઈંગ ઈલેવનમાં આવ્યા છે. ત્રણ મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી પાછળ છે.

ન્યુઝીલેન્ડે પહેલા દિવસે લંચ સુધી 2 વિકેટ ગુમાવીને 92 રન બનાવી લીધા છે. આ સ્કોર સારો છે, કારણ કે આ પીચ સ્પિનરોને મદદ કરી શકે છે. ભારતીય ટીમ કિવિઓને ઓછામાં ઓછા 200 રનમાં આઉટ કરવા માટે જોઈ રહી છે, જ્યારે ન્યુઝીલેન્ડ પ્રથમ દાજસપ્રીત બુમરાહ અને આકાશ દીપે પૂણે ટેસ્ટ મેચમાં ભારત તરફથી બોલિંગની શરૂઆત કરી હતી. આ પછી આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદર આવ્યા અને હવે રવિન્દ્ર જાડેજા પણ બોલિંગ કરવા આવ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 22 ઓવરમાં એક વિકેટના નુકસાને 70 રનને પાર કરી ગયો છે.વને લંબાવવા અને યજમાન ટીમ પર દબાણ બનાવવાનું વિચારશે. અશ્વિને પ્રથમ સેશનમાં બંને સફળતા મેળવી હતી.


Related Posts

Load more