વડતાલધામમાં ઉજવાનાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન – લેખન કરવામાં આવ્યું.

By: nationgujarat
17 Oct, 2024

વડતાલ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ તા.૭ નવેમ્બર થી તા.૧૫ નવેમ્બર દરમ્યાન ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. જે અંતર્ગત તા.૧૭ ના રોજ સવારે ૯:૦૦ થી ૭:૦૦ દરમ્યાન શુભમુર્હુતમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોના હસ્તે પત્રિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાજશ્રી એ વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. ત્યારબાદ વાજતે ગાજતે આચાર્ય મહારાજશ્રી -સંતો-હરિભક્તો સાથે પત્રિકા લઈ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. અને દેવોને પ્રથમ પત્રિકા અર્પલ કરાઈ હતી. આ પ્રસંગે વડીલ સંતો, સંપ્રદાયના અગ્રણી શ્રેષ્ઠીઓ, સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.


મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી નવેમ્બર ૨૦૨૪ માં તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયલ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ ખૂબ જ ધામધુમ પૂર્વક ઉજવાનાર છે. હવે મહોત્સવને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે તા. ૧૭ ગુરૂવારના રોજ મંગલ પ્રભાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોના હસ્તે આમંત્રણ પત્રિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ વડતાલના દેવોને પત્રિકા લખવામાં આવી હતી. ત્યારબાદ છ ધામના દેવોને અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા સાળંગપુરને પત્રિકા લખવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ સભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામી, ધમપ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી), ભક્તિપ્રકાશ સ્વામી (ભુલેશ્વર મુંબઈ), ગોવિંદપ્રસાદ સ્વામી – મેતપુરવાળા, વિવેક સ્વામી, સત્સંગભૂષણ સ્વામી, મોહન સ્વામી (નાર), શુકદેવ સ્વામી- નાર, પ્રભુતાનંદજી બ્રહ્મચારી (ટ્રસ્ટી), પા.લાલજીભગત (જ્ઞાનભાગ), પા. ધનસ્પામભગત (ટ્રસ્ટી), શ્રીવલ્લભ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી તથા સત્સંગના અગ્રણી હરિભક્તોમાં મનોજભાઈ અજમેરા (મુંબઈ), અરવિભાઈ ડુંગરાણી, પંકજભાઈ પટેલ (વડોદરા), ભુપેન્દ્રભાઈ પટેલ (ભરૂચ) તથા મુખી પરિવાર મેતપુર-મુંબઈ, મહેન્દ્રભાઈ પટેલ (ટ્રસ્ટી).
પત્રિકા લેખન બાદ સંતો-હરિભક્તોએ આરતી ઉતારી હતી. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી, બાપુ સ્વામી વગેરે સંતોએ મહારાજશ્રીને પત્રિકા અર્પણ કરી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજે વડતાલના દેવોને મહોત્સવની આમંત્રણ પત્રિકા પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી એ કર્યું હતું.
આચાર્ય મહારાજને મર્સીડિઝ ભેટ
વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ અંતર્ગત સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ઘડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી પ.પૂ.શ્રી રાકેશપ્રસાદજી મહારાજને રૂપિયા દોઢ કરોડની મર્સીડિઝ ગાડી ભેટ આપી હતી. તેનું પૂજન પુનમના રોજ નાસિક ઢોલના ધબકારે થયું હતું.
.


Related Posts

Load more