હું સારી રીતે જીવવા માંગું છું, એટલે જ મેં નોકરી છોડી છે’ સરકારી અધિકારીનો સૌથી મોટો ધડાકો

By: nationgujarat
03 Oct, 2024

રાજકોટઃ રાજકોટમાં થયેલાં અગ્નિકાંડની આગ બાદ ફાયર વિભાગમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યાં હોય એવી સ્થિતિ છે. કારણકે, હાલ આ વિભાગમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના કોઈ પણ ખૂણેથી કોઈપણ ફાયરનો અધિકારી રાજકોટ આવીને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળવા તૈયાર નથી.

રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કેમ કોઈ તૈયાર નથી? આ મામલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ઈન્ચાર્જ CFO નો મોટો ધડાકો. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આગની ઘટનામાં નાના ભૂલકાઓ સહિત 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગમાં અધિકારીઓ પર તવાઈ બોલાઈ હતી. જેને પગલે આ શહેરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે કામગીરી કરવા માટે કોઈ તૈયાર નથી એ વાતનો પણ ખુલાસો થયો છે. સ્ટેશન ફાયર ઓફિસરમાંથી જેમને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઈ હતી તે અમિત દવેએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. અગાઉ પણ તેમણે પોતાની જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી. જોકે, તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા આખરે તેમણે આજે મ્યુનિસિપલ કમિશ્નરને રાજીનામું ધરી દીધું છે.

રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળી રહેલાં અમિત દવેએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમિત દવેએ જણાવ્યું હતુંકે, રાજકોટમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની 30 ટકાથી પણ વધારે ઘટ છે. રાજકોટ ફાયર વિભાગ પાસે સેફ્ટીના પુરતા સાધનો પણ નથી. વ્યવસ્થાપનનો અભાવ છે. બધા સ્ટ્રેસમાં કામ કરે છે. મારી હેલ્થ સારી નથી રહેતી. બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટોલ આવી ગયા છે. ઘરની જવાબદારી પણ વધી ગઈ છે. સ્ટ્રેસ સતત રહે છે. બીજું કોઈ કારણ નથી રાજીનામું આપવાનું. મારા પર કોઈનું દબાણ નથી. પણ મારે સારું જીવન જીવવું છે એટલે મેં રાજીનામું આપ્યું છે.

ફાયર એનઓસી સૌથી મહત્ત્વની છે. તો હવે કોણ આપશે ફાયરની એનઓસી?
અમિત દવે જણાવ્યુંકે, રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મેં મોટાભાગની એનઓસી આપી દીધી છે નવરાત્રિ માટેની. હજુ 30 દિવસના નોટિસ પીરિયડ પર હું છું. એટલે કોઈનું કામ નહીં અટકે. નવરાત્રિ કે દિવાળીના કામને કોઈ અડચણ નહીં થાય. એ બધા કામ પુરા કરીશ હું. ડોક્ટરના કહેવા મુજબ વર્કના સ્ટ્રેસને લીધે મને આ બધુ આવ્યું છે. હું સારી રીતે મારી જિંદગી જીવવા માંગું છું. એટલે જ મેં નોકરી છોડી છે. ઓનલાઈન ઢગલો એપલીકેશન છે. ફાઈલોનો ભરાવો છે. સર્વર કામ નથી કરતું. ફિલ્ડ વર્ક કરવું. સ્ટાફની સોટેજ છે. મારા પર વર્કનો સ્ટ્રેસ છે. રાજકોટ અધિકારી આવવા તૈયાર નથી, એનું કારણ શું છે એ મને નથી ખબર. કોઈ રાજકીય પ્રેશર કે એવું કંઈ નથી. મેં હવે સ્ટેશન ફાયર ઓફિસર તરીકેની પોસ્ટ પરથી પણ રાજીનામું આપી દીધું છે.

કેવો હતો રાજકોટ અગ્નિકાંડ?
RMCના હોદ્દેદારોની મુદત પૂરી થાય એ પહેલાં મનસુખ સાગઠીયાને TPO તરીકે નિમણૂક આપી Rajkot Game Zone Fire: સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. એ ઘટના બાદ હવે આ સળગતી પોસ્ટ પર કોઈ જવાબદારીઓ લેવા તૈયાર જ નથી.


Related Posts

Load more