મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિંદે સરકારે આ સાથે એમ પણ કહ્યું કે, દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે સર્વોત્તમ છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં તેનું ખૂબ મહત્ત્વ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી ગાયને ‘રાજ્ય માતા’ જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં આદિકાળથી પૂજા કરવાની રહી છે પરંપરાહિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે, અને તેનો આયુર્વેદ ચિકિત્સા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.