ભારતીય ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડમાં એન્ટ્રી

By: nationgujarat
23 Sep, 2024

મુંબઇ, તા.23
આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડ માટે બોલીવૂડની ફિલ્મ ‘લાપતા લેડી’ની સ્પર્ધા માટે પસંદગી થઇ છે. કુલ 29 ફિલ્મો હતી જેમાં એનીમલ ઉપરાંત મલયાલમ નેશનલ એવોર્ડ ઓફ વિજેતા ફિલ્મ ‘આત્તમ’નો પણ સમાવેશ થાય છે અને તેમાં કિરણ રાવ નિર્મિત ફિલ્મ ‘લાપતા’ લેડીઝને એકેડમી એવોર્ડમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરાય છે અને હવે તે આ શ્રેણીની અન્ય ફિલ્મો સાથે સ્પર્ધા કરશે.

અમેરિકાના પૂર્વ પત્ની કિરણ રાવએ લગભગ 12 વર્ષ પછી ફિલ્મ નિર્દેશન હાથમાં લીધુ હતું અને આ ફિલ્મ ભારતમાં બોક્સ ઓફિસ પર ઠીક ઠીક ચાલી હતી પરંતુ તેને ઓસ્કારમાં એન્ટ્રી એ કિરણ રાવનું સ્વપ્ન હતું અને તે પુરું થયું છે. ચાર મોટી ફિલ્મોને પાછળ રાખીને આ ફિલ્મને ઓસ્કાર સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે.

જો કે આખરી નોમીનેશન બાકી છે આ ફિલ્મ નિહાળનારાઓ કિરણ રાવની ક્રિએટીવવીટીને પસંદ કરી હતી.  ‘લાપતા લેડીઝ’ એ ડ્રામા ફ્લ્મિ છે એ બે મહિલાઓની કહાની છે જે લગ્ન બાદ લાપતા થઇ જાય છે.

જેમાં લગ્ન બાદ પ્રથમ વખત પત્નીને ઘરે લઇ જનાર દિપક ટ્રેનની ભારે ગીર્દીને કારણે અન્ય મહિલાને સાથે લઇ જાય છે અને બાદમાં જે કોમેડી સર્જાય છે તે ફિલ્મની મુખ્ય કથા છે. ફિલ્મને આમિર ખાને પ્રોડ્યુસ કરી છે અને તેના કલાકાર પણ અજાણ્યા છે. જેમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિશાંતિ ગોયલ મુખ્ય ભૂમિકામાં છે.


Related Posts

Load more