ચંદ્ર અને મંગળ પછી શુક્ર મિશનને પણ કેબિનેટની મંજૂરી, ગ્રહના અભ્યાસ માટે 1236 કરોડની ફાળવણી

By: nationgujarat
18 Sep, 2024

કેન્દ્રીય કેબિનેટે 18 સપ્ટેમ્બરે યોજાયેલી એક બેઠકમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના પણ અનેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, તેમાં વિનસ ઓર્બિટર મિશન પણ સામેલ છે. આ મિશન હેઠળ ભારતીય વિજ્ઞાનીઓ શુક્ર ગ્રહને સમજવા માટે ત્યાં ઓર્બિટર મોકલીને વિવિધ ડેટા ભેગો કરશે. આ મિશન હેઠળ એક ખાસ સ્પેસક્રાફ્ટ તૈયાર કરાશે, જે શુક્રની ચોતરફ ચક્કર મારીને તેની સપાટી, વાયુ મંડળ અને સૂરજની અસરો વગેરેનો ડેટા ભેગો કરશે. આ સાથે કેબિનેટે ચંદ્રયાન-4, ગગનયાન, ઈન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હિકલ વિકસાવવાની યોજનાઓને પણ મંજૂરી આપી છે.

ચંદ્રયાન-4ને મંજૂરી આપી 

આજે બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને દર્શાવવા માટેના નવા ચંદ્ર મિશન ચંદ્રયાન-4ને મંજૂરી આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 મિશનના વિસ્તરણની સાથે અન્ય ઘણાં નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જે ગગનયાનના વિસ્તરણ અને શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની યોજના છે.’


Related Posts

Load more