ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન

By: nationgujarat
10 Sep, 2024

Protest Agaist Chinese garlic:ભારતમાં ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં  ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ હતી જેને લઇને  સૌરાષ્ટ્રના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. પ્રતિબંધ છતાં ચાઇનીઝ લસણની ગુણો  આવતા વેપારી અને  ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ગુણો ઠલવાતા સમગ્ર મામલે વિરોધ ઉભો થયો છે.ચાઇનીઝ લસણની આયાત થતાં વેપારી ખેડૂતોએ વિરોધ નોંઘાવ્યો છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધનું પણ એલાન આપ્યું છે. વેપારી અને ખેડૂતોએ આ મુદ્દે સરકારને ઉંડી તપાસ કરે તેવી માંગ કરી છે,

ઉલ્લેખનિય છે કે, ભારતમાં ચાઇનીઝ લસણના આયાત પર પ્રતિબંધ છે, ચાઈનીઝ લસણમાં ફૂગની શક્યતા છે. વધુમાં, તેમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ હતું કે વર્ષ 2014માં ભારત સરકારે આ લસણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો   કેવી રીતે ભારતમાં તેની એન્ટ્રી થઇ છે આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું? ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા સેવાઇ રહી છે.  આવા અનેક સવાલો સાથે ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો  છે.ઉલ્લેખનિય છે કે ચાઇનીઝ લસણ અને ભારતના લસણમાં તફાવત જોવા મળે છે. ચીનનું લસણ મોટા કદનું હોય છે પરંતુ, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળી હોય છે તેથી ભારતના લસણની વધુ ડિમાન્ડ રહે છે.

નોંઘનિય છે કે, માર્ચ 2024માં પણ ચાઇનીઝ લસણની ગેરકાયદે આયાતની ઘટના સામે આવી હતી.  મહિને, કસ્ટમ અધિકારીઓએ સિક્તા લેન્ડ કસ્ટમ પોસ્ટ પર રૂ. 1.35 કરોડની કિંમતના 64,000 કિલો ચાઇનીઝ લસણના શિપમેન્ટને અટકાવ્યું હતું. સ્થાનિક બજારમાં લસણના ભાવમાં વધારો અને નિકાસમાં તીવ્ર વધારાને કારણે દાણચોરીમાં વધારો થયો છે.


Related Posts

Load more