આંખોથી આ રીતે ખબર પડે છે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો, તેને અવગણવું પડશે ભારે!

By: nationgujarat
06 Sep, 2024

ડાયાબિટીસ ખૂબ જ ખતરનાક બીમારી હોય છે, જે ધીમે-ધીમે શરીરને ખોખલું બનાવી દે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાંન રહે તો તેનાથી શરીરના તમામ અંગ ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઇ જાય તો આજીવન પરેશાન કરે છે. આજે અમે તમને ડાયાબિટીસના લક્ષણો વિશે જણાવીશું.

અસ્પષ્ટ દ્રષ્ટિ
જો તમને અચાનક અસ્પષ્ટ દ્રષ્ટિ દેખાવા લાગે અને તમારી દ્રષ્ટિમાં ફેરફાર જણાય તો તેને હળવાશથી ન લો. ડાયાબિટીસના પ્રારંભિક તબક્કામાં, લોહીમાં શર્કરાના સ્તરમાં ફેરફારને કારણે આંખોના લેન્સ પર સોજો આવી શકે છે, જેના કારણે દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ શકે છે. આ એ સંકેત છે કે તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય નથી અને તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


Related Posts

Load more