ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને IPLમાં નવી ભૂમિકા સોપવામાં આવી છે. રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા છે. રાહુલ દ્રવિડ એક સમયે આ ટીમના જ કેપ્ટન પણ રહી ચુક્યા છે. રાહુલ દ્રવિડ હવે રાજસ્થાન રોયલ્સમાં કોચની ભૂમિકામાં જોવા મળશે.
રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા દ્રવિડ
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે IPL 2025માં પરત ફરવાના છે. પૂર્વ ભારતીય કોચ દ્રવિડ IPLમાં પહેલા પણ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહી ચુક્યા છે અને મેન્ટર પણ હતા.
મહત્ત્વપૂર્ણ છે કે આ વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ હતા. રાહુલ દ્રવિડનો ટી-20 વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે.
રાજસ્થાન રોયલ્સ સાથે કામ કરી ચુક્યો છે દ્રવિડ
એક રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડે તાજેતરમાં જ ફ્રેન્ચાઇઝી સાથે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, રાજસ્થાન રોયલ્સ તરફથી ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.
દ્રવિડ IPL 2012 અને 2013માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી કરી ચુક્યો છે. તે બાદ 2014 અને 2015 સિઝનમાં તે ટીમ ડાયરેક્ટર અને મેન્ટરના રૂપમાં કામ કરી ચુક્યો છે.