કોલકાતા ડોક્ટર મહિલા હત્યા કેસમાં પીડિતાની માતાએ કહ્યું હતું કે અમને ખૂબ જ દુઃખ થયું કે તેમણે કહ્યું કે પરિવારને ન્યાય નથી જોઈતો. આખો દેશ અમારી પુત્રી માટે ન્યાયની માંગ કરી રહ્યો છે અને અમને ન્યાય નથી જોઈતો ?” પીડિતાની માતાએ કહ્યું કે અમે મુખ્યમંત્રીના નિવેદનથી ખૂબ જ દુઃખી છીએ. તેમણે તેમની પુત્રીના ન્યાય માટે આંદોલન કરનારાઓને તે ચાલુ રાખવા જણાવ્યું. મમતા બેનર્જીને પુત્ર કે પુત્રી નથી. આ કારણે તે બાળક ગુમાવવાનું દુઃખ નહિ સમજી શકે. અમે અમારું દુ:ખ કોઈને સમજાવી શકતા નથી. આખી દુનિયા મારી દીકરીની સાથે ઉભી છે.
પીડિતાના માતા-પિતાએ કહ્યું કે અમને ન્યાયની આશા છે, જે લોકો અમારા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે તેમના અમે હંમેશા આભારી રહીશું. જો અમે તેમને કોઈપણ રીતે મદદ કરી શકીએ, તો અમે ચોક્કસ કરીશું. પોલીસની કામગીરીથી અમને સંતોષ ન હતો તેથી અમે હાઈકોર્ટમાં ગયા અને કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો. અમને શરૂઆતથી જ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પર શંકા હતી. હોસ્પિટલ તંત્ર શરૂઆતથી જ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેઓએ અમને ખૂબ મોડેથી જાણ કરી.