ગુજરાતમા ભારે વરસાદને કારણે વડતાલ સંસ્થાની સૌ ભક્તોને નમ્ર અપીલ

By: nationgujarat
26 Aug, 2024

જયશ્રી સ્વામિનારાયણ,
આપ સૌ જાણો છો કે આખા ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ડેમ સરોવર અને નદીઓ ભયજનક સપાટી નજીક પહોંચ્યા છે અને હજી આવતા ૩૬ કલાક અતિવૃષ્ટિની આગાહી છે.
સરકારે એમની તમામ શક્તિ કામે લગાડી તંત્રને અને રેસક્યું ટીમને ખડે પગે રહેવા સૂચના આપી છે પણ એક નાગરીક તરીકે આપણી પણ ફરજ છે કે તહેવારોનો સમય હોવા છતાં ઉત્સવ ઘરે મનાવે, સાવચેતી રાખે અને અત્યંત આવશ્યકતા ના હોય તો પ્રવાસ ટાળે…
વડતાલ મંદિર સાથે જોડાયેલ તમામ મંદિરો, ગુરુકુળો, સંસ્થા અને હરિભક્તોને પણ અપીલ કરીએ છીએ કે યથાશક્તિ સેવાના યજ્ઞનો આરંભ કરેને જિલ્લામાં જ્યા પણ મદદની જરૂર હોય તો મદદ પહોંચાડે

ભગવાન સૌને સલામત રાખે
એજ પ્રાર્થના સાથે,
જયશ્રી સ્વામિનારાયણ
ડો. સંતવલ્લભ સ્વામી
મુ.કોઠારીશ્રી,
વડતાલ સંસ્થાન


Related Posts

Load more