Ambalal Patel Gujarat Weather Forecast: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદના પગલે નવી આશંકા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે શેની આશંકા વ્યક્ત કરી
આ વખતે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. તારીખ 24 ઓગસ્ટ પછી ઊભા પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે.
તારીખ 30 અને 31 ઓગસ્ટના વરસાદથી પણ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. આ રોગ 13 સપ્ટેમ્બર સુધી આવતો હોય છે. એટલા માટે ખેડૂતભાઈઓએ વરાપમાં કૃષિ કાર્યો કરવા નહીંતર પાક પીળો પડવાની શક્યતા રહેતી હોય છે. પાક કેવી રીતે બચે તે સંબંધિત પગલા લેવા.
વરસાદને લઈને અંબાલાલે શું આગાહી કરી?
તારીખ 29 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. જેની અસર મેળાઓ પર પણ પડશે. નાના ધંધાર્થીઓ માટે આ વરસાદ અવરોધ ઊભો કરશે. 30 અને 31 ઓગસ્ટમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેના કારણે 10મી સપ્ટેમબર સુધી ગુજરાતમાં વરસાદ થશે.
હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 26 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બાટોદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.