મોઢાના ચાંદાથી એક દિવસમાં મુક્તિ મેળવવી હોય તો ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય

By: nationgujarat
26 Aug, 2024

મોઢામાં ચાંદા પડવા એક સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલાક લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. મોઢામાં ચાંદા પડવાનું કારણ કેટલીક બીમારીઓ, હોર્મોનલ ફેરફાર, પેટની ગરમી કે એલર્જી હોઈ શકે છે. આ સિવાય દાંતના કારણે મોઢામાં ઈજા થઈ જાય તો પણ ચાંદા પડી જાય છે. આ ચાંદુ પડી જાય પછી જ્યાં સુધી તે મટે નહીં ત્યાં સુધી ખાવા પીવામાં પણ તકલીફ પડે છે. આ તકલીફ ન ભોગવી હોય તો તમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો અને ચાંદાથી એક જ દિવસમાં છુટકારો મેળવી શકો છો.

મોઢાના ચાંદાને મેડિકલ ભાષામાં કેન્કર સોર પણ કહેવાય છે. મોઢાના ચાંદા ગંભીર સમસ્યા નથી પરંતુ તેના કારણે દિવસો સુધી પરેશાની ભોગવવી પડે છે. ઘણી વખત ચાંદું એવી જગ્યાએ થઈ જાય છે જેના કારણે બોલતી વખતે પણ દુખાવો થાય છે. મોટાભાગે મોઢાના ચાંદા ત્રણ અઠવાડિયામાં મટે છે. જો તમારે આ સમસ્યાને ઝડપથી મટાડવી હોય તો તમે આ પાંચમાંથી કોઈ એક ઉપાય અપનાવી શકો છો. આ ઉપાય કરવાથી મોઢાના ચાંદા એક જ દિવસમાં મટી જશે.

તુલસીના પાન 

તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. અલગ અલગ રોગમાં ઉપયોગી તુલસી મોઢાના ચાંદાને મટાડવાનો રામબાણ ઈલાજ છે. મોઢામાં ચાંદા થઈ ગયા હોય તો દિવસમાં બે વખત તુલસીના પાંચ-પાંચ પાન ચાવીને ખાવા.

ખસખસ 

ખસખસથી પણ મોઢાના ચાંદા મટી શકે છે. તેના માટે સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે એક ચમચી ખસખસ ખાઈ જવી. પેટની ગરમીના કારણે કે ઇન્ફેક્શનના કારણે ચાંદા પડ્યા હશે તો તુરંત મટી જશે.

નાળિયેર તેલ 

નાળિયેર તેલથી પણ મોઢાના ચાંદાને મટાડી શકાય છે. નાળિયેર તેલને પાણીમાં મિક્સ કરીને પાણી પી લેવાથી પેટને ઠંડક મળે છે અને મોઢાના ચાંદા મટવા લાગે છે.

મુલેઠી 

મુલેઠીમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે મોઢાના ચાંદાથી રાહત આપે છે. મોઢામાં ચાંદા પડી ગયા હોય તો મુલેઠીને વાટીને તેનો પાવડર બનાવી લો. હવે દિવસમાં બે થી ત્રણ વખત આ પાવડરમાં મધ મિક્સ કરીને તેને ચાંદા પર લગાડો. આ ઉપાયથી સૌથી ઝડપથી ફાયદો થશે.

હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. મોઢાના ચાંદામાં હળદર અસરકારક રીતે ફાયદો કરે છે. પાણીમાં હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી તેને પણ મોઢાના ચાંદા પર લગાડી શકાય છે. આ સિવાય પાણીમાં હળદર મિક્સ કરીને આ પાણી વડે દિવસમાં પાંચથી છ વખત કોગળા કરી લેવા


Related Posts

Load more