પાંચમી ટેસ્ટ પહેલા કોચ ગંભીર પીચ ક્યુરેટર પર થયા ગુસ્સે, ટીમ ઇન્ડિયા સાથે પિચ ક્યુરેટરનુ બેવડુ વલણ સામે આવ્યું

By: nationgujarat
30 Jul, 2025

લંડન: ઇંગ્લેન્ડમા પાંચમી ટેસ્ટ પહેલા સોશિયલ મીડિયામા કોચ ગંભીર અને પીચ ક્યુરેટર સાથે વિવાદનો વિડિયો વાયરલ  થયો છે કોંચ ગંભીરે પીચ ક્યુરેટરને બરાબરનો તતડાવ્યા છે. ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ ટીમ ઈન્ડિયાને જ્ઞાન આપવા પહોંચ્યા ત્યારે ઓવલમાં વિવાદ થયો હતો. તેમણે તેમને પિચથી દૂર રહેવાની સૂચના આપી હતી, જેના પર ટીમ ઈન્ડિયાએ કહ્યું હતું કે તેઓ સ્પાઇક્સ પહેરતા નથી અને આ જૂતાથી પિચને નુકસાન થવાનુ નથી. જોકે, તેઓ સહમત થવા તૈયાર નહોતા. આ અંગે ગૌતમ ગંભીરે તેમને ગુસ્સે થઇ સમજાવ્યા હતા. બીજી તરફ, ફોર્ટિસ હોમ ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે મિત્રતા કરતા જોવા મળ્યા હતા. ANI વીડિયોમાં, બંને ખુશમિજાજ મૂડમાં જોવા મળ્યા હતા. પ્રશ્ન એ છે કે શું ઓવલનો કાયદો અન્ય ટીમો માટે અલગ છે? ઇંગ્લેન્ડના કોચ પોતે પીચ પર ઉભો હતો.

ગૌતમ ગંભીર અને લી ફોર્ટિસ વચ્ચે શું મામલો હતો?

ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટકના જણાવ્યા અનુસાર, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એકે ભારતીય ટીમને પિચથી 2.5 મીટર દૂર રહેવા અને પિચ જોવા માટે દોરડાની બહાર જવા કહ્યું. કોટકે તેને આશ્ચર્યજનક ગણાવ્યું, જ્યારે ભારતીય ટીમ કોઈ ફરિયાદ નોંધાવશે નહીં.વાયરલ થયેલા વીડિયોમાં, ગંભીર ગુસ્સામાં ફોર્ટિસના ક્યુરેટરને કહેતો જોવા મળે છે – તમે અમને કહી શકતા નથી કે શું કરવું. જ્યારે ફોર્ટિસે તેમને રિપોર્ટિંગની વાત કરીને ધમકી આપી, ત્યારે ગંભીરે જવાબ આપ્યો – તમે જઈને જે ઈચ્છો તે રિપોર્ટ કરી શકો છો.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ પિચ ક્યુરેટર પર સવાલ ઉઠાવ્યા અને 2023 ની એશિઝનું ઉદાહરણ આપ્યું. તેમણે એક તસવીર શેર કરી જેમાં મેચના 48 કલાક પહેલા એક જ ક્યુરેટર ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે પીચ પર ઉભા જોવા મળે છે. ચોપરાએ પૂછ્યું – અલગ અલગ લોકો માટે અલગ અલગ નિયમો? દરમિયાન, વર્તમાન શ્રેણીનો એક વીડિયો પણ છે, જે ગૌતમ ગંભીર સાથેના વિવાદ પછીનો છે. આમાં, બંને દોરડાના વર્તુળની વચ્ચે ઉભા રહીને વાત કરી રહ્યા છે.કોટકે કહ્યું કે ભારતીય ટીમના સભ્યોએ સ્પાઇક્સ નહીં પણ જોગર્સ પહેર્યા હતા, તેથી પિચને નુકસાન થવાનો કોઈ ભય નહોતો. જોકે, અંગ્રેજી મીડિયા ચોક્કસપણે આ વિવાદથી ભારતીય ટીમનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરશે.


Related Posts

Load more