ભારતીય ટીમ 5 મહિનામા 10 ટેસ્ટ મેચ સાથે 21 મેચ રમશે

By: nationgujarat
16 Aug, 2024

જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. હવે ટીમે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે.

પરંતુ મામલો બાંગ્લાદેશ શ્રેણીથી શરૂ થશે. આ ડેબ્યૂ સાથે ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે. ટીમનું શિડ્યુલ ખૂબ જ ચુસ્ત છે. ભારતીય ટીમે 19 સપ્ટેમ્બરથી આગામી 111 દિવસમાં (3 મહિના અને 19 દિવસ) 10 ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે એકંદરે 5 મહિનામાં 10 ટેસ્ટ સિવાય 8 T20 અને 3 ODI મેચ રમવાની છે.આગામી 5 મહિનામાં (ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા) ભારતીય ટીમે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝથી થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચોની શ્રેણી રમાશે.

ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મજબૂત ટીમ બનાવવા અને બાકીની તૈયારીઓ માટે માત્ર આ 3 ODI મેચો જ હશે. ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રક જુઓ (વર્લ્ડ કપ પછીથી ફેબ્રુઆરી 2025 સુધી)…

પહેલી ટેસ્ટ – ચેન્નાઇ – 19 થી 23 સપ્ટેમ્બર

બીજી ટેસ્ટ કાનપુર 27 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર

પહેલી ટી-20 – ગ્વાલીયર – 6 ઓક્ટોબર

બીજી ટી-20 – દિલ્લી 9 ઓક્ટોબર

ત્રીજી ટી-20 – હૈદરાબાદ- 12 ઓક્ટોબર

ન્યુઝીલનેન્ડનો ભારત પ્રવાસ

16-20 ઓક્ટોબર પહેલી ટેસ્ટ

24-28 ઓક્ટોબર બીજી ટેસ્ટ પૂણા

1-5 નવેમ્બર ત્રીજી ટેસ્ટ – મુંબઇ

ત્યાર પછી ભારતનો ઓસ્ટ્રલિયા પ્રવાસ નવેમ્બર અને ડિસેમ્બરમા, પછી ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ જાન્યુઆરી ફેબ્રુઆરી મા રમાશે


Related Posts

Load more