કુમકુમ મંદિર દ્વારા London ખાતે અને મણીનગર ખાતે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે.
૧૫ ઓગસ્ટના રોજ દેશ માટે બલિદાન આપનાર સૌને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. સાથે – સાથે કુમકુમ મંદિરના સંતો અત્યારે સત્સંગ પ્રચાર અર્થે લંડન પધાર્યા છે ત્યારે ૧૫મી ઓગસ્ટની ઉજવણી લંડન સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે પણ કરવામાં આવશે.
આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ત્રીરંગા વાઘાના શણગાર કરવામાં આવશે.
આ પ્રસંગે સાંજે ૬ – ૦૦ થી ૮ – ૦૦ સત્સંગ સભા યોજાશે.
જેની અંદર કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભારત દેશ માટે બલિદાન આપનાર શહીદોના જીવનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરશે.
ત્યારબાદ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને સૌ સંતો હરિભક્તો રાષ્ટ્રગાન કરશે.