ગુજરાતમાં વંદે ભારત બાદ હવે દોડશે વંદે મેટ્રો, મુંબઈના લોકલ ટ્રેન જેવી ફીલિંગ આવશે

By: nationgujarat
13 Aug, 2024

ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન રેલવેના પાટા પર દોડશે. વંદે ભારત ટ્રેન જેવી જ દેખાતીસ પરંતુ મેટ્રો જેવી સુવિધા સાથે આ વંદે મેટ્રો ટ્રેન મુસાફરો માટે શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતીઓ માટે ફાયદાની વાત એ છે કે, આ ટ્રેન ગુજરાતમાં સૌથી પહેલા દોડાવવામાં આવશે. ગુજરાતના મુસાફરોને તેનો લાભ મળશે. આ ટ્રેન ગઈ કાલે સાંજે સાબરમતી ખાતે પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં વંદે મેટ્રોનું ટ્રાયલ રન શરુ થશે. જેના બાદ બે જિલ્લાઓ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવામા આવશે. જોકે કયા બે જિલ્લા વચ્ચે દોડશે તે તો ટ્રાયલ રન બાદ નક્કી થશે. રાજ્યની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સાબરમતી સ્ટેશન આવી પહોંચી છે. વંદે ભારત એક્સપ્રેસની જેમ આ ટ્રેન 200 થી 300 કિલોમીટરના અંતરે આવતે બે શહેર વચ્ચે દોડાવવામા આવશે. હાલ અલગ અલગ શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવાની ટ્રાયલ ચાલી રહી છે. પહેલી ટ્રાયલ રન અમદાવાદથી ભૂજ વચ્ચે થશે. ટ્રાયલ બાદ જ તે કયા શહેરમાં દોડાવાશે તેનો નિર્ણય લેવામાં આવશે.જોકે, સૂત્રોના અનુસાર, આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહિ પડે. ટ્રેનમાં વહેલા તે પહેલા ધોરણ સીટ ફાળવવામા આવશે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઉભા રહેવા માટે પણ વ્યવસ્થા કરવમા આવી છે. આ ટ્રેન અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે.

વંદે મેટ્રો ટ્રેનની ખાસિયત શું રહેશે

  • ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100 થી 130 કિલોમીટરની રહેશે
  • આ ટ્રેનના 12 કોચ રહેશે
  • દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે
  • આ ટ્રેન ઓક્ટોબર સુધી પાટા પર દોડતી થઈ જશે
  • ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે હજી જાહેર કરાયું નથી
  • આ ટ્રેનમાં મુંબઈ લોકલની જેમ પેસેન્જરને ઉભા રહેવા માટે હેન્ડલ પણ આપવામાં આવશે
  • ટ્રેન સેન્ટ્રલી એસી રહેશે
  • તેમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ માટે શોકેટ તથા એલઈડી ડિસ્પ્લે રહેશે
  • ટ્રેનમાં વોશ બેઝિનથી લઈને આધુનિક ટોયલેટ સુધીની સુવિધા હશે
  • મુસાફરોની સુરક્ષા માટે તેમાં ‘કવચ’ ટ્રેન એન્ટી-કોલીશન સિસ્ટમ લગાવવામાં આવશે

વંદે મેટ્રો ટ્રેનનો દેખાવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય લોકલ મેટ્રો ટ્રેનો કરતા વધુ સારું છે. આ ટ્રેનનું ઈન્ટિરિયર ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે તેમાં ‘કવચ’ ટ્રેન એન્ટી-કોલીશન સિસ્ટમ લગાવવામાં આવશે.

વંદે મેટ્રો આ શહેરોમાંથી પસાર થશે
અહેવાલો અનુસાર, રેલવે અધિકારીઓએ જણાવ્યું કે વંદે મેટ્રો ટ્રેન લગભગ 124 શહેરોને જોડશે. આમાંના કેટલાક ચિન્હીત માર્ગોમાં લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈનો સમાવેશ થાય છે. આ સિવાય બિહારના ભાગલપુર અને પશ્ચિમ બંગાળના હાવડા વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડવાના પણ સમાચાર છે.


Related Posts

Load more