શ્રાવણના પ્રથમ દિ’ને વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભકતોની કતારો

By: nationgujarat
05 Aug, 2024

સોમનાથમા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત પ્રથમ સોમવારે થી થતી હોવાથી ભક્તો મા અનેરો ઉત્સાહ ઉમંગ જોવાં મળલ અને રાત્રી ના લોકો પગપાળા, રેલવે,એસ ટી અને પોતાના પ્રાઈવેટ વાહનો દ્વારા સોમનાથ મહાદેવ ના દર્શન માટે ધસારો જોવા મળ્યો હતો અને ઝરમર વરસાદ વચ્ચે પણ લોકો મંદિર ખોલવાની પ્રતિક્ષા મા બેઠા હતા.

મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલતા ની સાથે સોમનાથ મહાદેવ ના જયઘોષ સાથે દર્શન માટે ભકતોની લાંબી કતારો જોવા મળી હતી અને ભક્ત જનો એ વહેલી સવારે મહાદેવ ના અલોકિક શણગાર ના દર્શન કર્યા તેમજ આરતી નો લાભ લીધેલ


Related Posts

Load more