ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારી

By: nationgujarat
04 Aug, 2024

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તે કહેવાતી દારૂબંધી છે એ બધા જાણે છે. ગુજરાતમાં ગેરકાયેદસર રીતે દારૂ ઘૂસાડાય છે, વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ હવે બીજા બે સ્થળો પર દારૂની છૂટછાટ મળવા જઈ રહી છે. ગુજરાત પરથી જલ્દી જ ડ્રાય સ્ટેટનું લેબલ હટે તેવા અપડેટ આવ્યા છે. ગિફ્ટ સિટી બાદ ગુજરાતમાં બે સ્થળોએ દારૂની છુટછાટ આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતનો ‘દુષ્કાળ’ ખતમ થવા જઈ રહ્યો છે. નિયમોને આધીન ગુજરાતમાં દારૂ પીવા મળશે

ગિફ્ટ સિટીમાં તો દારૂબંધી હટી ગઈ
સરકારે દારૂબંધી હટાવવાનું સૌથી પહેલુ પગલું ગિફ્ટ સિટીમાં ભર્યુ હતું. આ જાહેરાતથી અડધુ ગુજરાત રાજીનું રેડ થઈ ગયું હતું. ત્યારથી ગુજરાતના લોકો દારૂબંધી હટાવવાની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે. જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં.


Related Posts

Load more