વર્ષારૂતુમા ઘણા લોકો બિમાર થવાના સમાચારો તમે સાંભળ્યા હશે કે તમે પોતે અનુભવ કરેલો હશે. ચોમાસાની સિઝનમા દવાખાનથી દુર રહેવુ હોય તો આ અહેવાલ ચોક્કસ વાંચજો.
સંયમ પુર્વક ચાતુર્માસનુ પાલન કરવામા આવે તો અનેક બિમારીથી આપણે સેફ થઇ શકીએ છીએ. ચાતુર્માસનુ મહત્વ શું છે અને વર્ષારૂતુમા કેવી વસ્તુ ન કરવી જોઇએ અને જે કરીએ છીએ તેનાથી અનેક બિમારીને આમંત્રણ આપીએ છીએ.
હિન્દુ સંસ્કૃતિમા ઘણા મહત્વના તેહવારો વર્ષારૂતુમા આવે છે. વર્ષારૂતુમા આનંદ સાથે સાથે વિવેકનુ પાલન નહી કરો અને જે વસ્તુ નથી ખાવાની તે નહી કરો તો બિમાર ચોક્કસ થશો.
દૂધ અને દૂધની વાનગીઓ ન લેવી.
વર્ષા રૂતુના અષાઠ-શ્રાવણ મહિનામા ડેરી પ્રોડકટ ન આરોગવી જોઇએ. આ સમયમા આ વસ્તુ લેવાથી શરૂરમા કફ સંચય કરે છે સંચય અને પ્રકોપના એક સિંદ્ધાત પ્રમાણે જયારે કોઇ એક રૂતુ આવે ત્યારે એક દોષનો પ્રકોપ થાય અને એક દોષનો સંચય થાય છે. એટલા માટે આ સિઝનમા ડેરી પ્રોડકટ ન આરોગવી જોઇએ. આનો અર્થ એ નથી કે આ વસ્તુ ખરાબ છે પણ ડેરી પ્રોડકટનો સ્વભાવ ઠંડો હોય છે અને પાચનમા ભારે હોય છે. આ વસ્તુ જો ચોમાસાની સિઝનમા આરોગો તો સંચયના સિદ્ધાંત પ્રમાણે તે આપણા શરિરમા કફનો સંચય કરે છે અને જેવી વર્ષારૂતુ જાય એટલે આમા દરેક વસ્તુનુ કોમ્બીનેશ જોવા મળે. કયારેક વરસાદ તો ક્યારેત ગરીમા તો ઠંડીનો અનુભવ પણ કયારેક થાય. વર્ષારૂતુમા ખૂબ ઘી દૂધ માખણ સહિતની ડેરી પ્રોડકટ આરોગો તો તેનુ સારી રીતે પાચન ન થાય અને કફ રૂપી સમસ્યા થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમા દૂધ બિલકુલ ન આરોગવુ જોઇએ.
આ ફ્રુટ ન ખાવા
વર્ષારૂતુમા અમુક પ્રકારના ફળો નિષેધ છે. તે ન લેવા જોઇએ અથવા ઓછી માત્રામા લેવા જોઇએ. જેમ કે કેળા,સફરજન ચિકુ,કેરી,ખજૂર. આ ઠંડા પડે છે એટલે કે કફ કારક છે. વર્ષારૂતુમા આ ફળો ખાવાથી શરીરમા કફ વધવાની શકયતા વધી જાય છે.
આ શાકભાજી ન ખાવા
જે શાકભાજીમા જળતત્વની પ્રધાનતા છે તેવા તમામ શાકભાજી વર્ષારૂતુમા ન ખાવા જોઇએ જેમ કે દૂધી,કોળુ,તુરીયા,ગલકા, આ શાકભાજી ગ્રીષ્મ સિઝનમા લેવા જોઇએ પણ વર્ષારૂતુમા ન ખાવા જોઇએ. વર્ષારૂતુમા પાણી જન્ય રોગો વઘી જાય છે. એટલા માટે જે શાકભાજીમા પાણી વધુ હોય તે શાકભાજી ચોમાસામા ન ખાવા જોઇએ. ફ્લાવર અને કોબીચ પણ આ સિઝનમા ન ખાવા જોઇએ.આ બંને શાકભાજીના ગ્રાહી ગુણ છે. જુલાઇ અને ઓગસ્ટ આ સિઝનમા ન ખાવ તો સારુ.
ઘઉનુ સેવન ન કરવુ
ઘંઉનુ સેવન વર્ષારૂતુમા ન કરવુ. વર્ષારુતુમા ઘંઉનુ સેવન બને ત્યા સુધી ઓછુ કરવુ. ઘંઉની અંદર માત્ર ગ્લુકોઝ નથી હોતુ તેમા ગ્લુટેન ની માત્ર પણ વધુ હોય છે. ગ્લુટેન પચવામા ભારે હોય છે. વર્ષારૂતુમા આપણી પાચનશક્તિ મંદ હોય છે. એટલા તેના વિકલ્પ રૂપે બીજા અનાજ લેવા જોઇએ.
ઠંડા પીણા ન પિવા
વર્ષારૂતુ પહેલા ગ્રીષ્મ રૂતુમા તમામ પ્રકારના ઠંડા પીણા પીધા હોય. વર્ષારૂતુમા માટીના માટલાના પાણીની જગ્યાએ તાંબાના વાસણમા રાખેલુ પાણી પીવી જોઇએ. ઉકાળીને ઠંડુ કરેલુ પાણી જ પીવુ હિતાવહ છે.
ખાંડની અને તેવી વસ્તુ
ચોમાસામા ખાંડની વસ્તુઓ ન ખાવી જોઇએ ખાંડમા અમુક એવા કેમિકલો હોય છે જેશરૂરને પચવામા ભારે હોય છે થોડી માત્રમા સુઠુનુ સેવન કરવુ જોઇએ.
નોંધ- આ અહેવાલ સમાન્ય માહિતીના આઘારે તૈયાર કરેલ છે. તમારા ફેમેલી ડોકટરની સલાહ વધુ લઇ કોઇ નિર્ણય કરવો જરૂરી છે.