શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,સિરીઝમાં કેપ્ટનશિપ કોણ કરશે જાણો

By: nationgujarat
18 Jul, 2024

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી. T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

T-20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ પલ્લેકેલેમાં સાંજે 7:00 વાગ્યે રમાશે. વનડે સિરીઝ 2 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે.

ભારતીય ટીમે છેલ્લે 2021માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 વનડે અને 3 T-20 મેચોની સિરીઝ રમી હતી. ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી હતી. જ્યારે ટી-20 સિરીઝમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીલંકા પ્રવાસ માટેની ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.

શ્રીલંકા પ્રવાસ માટેની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

બુમરાહને વન-ડે સિરીઝમાંથી આરામ અપાયો
BCCI ગયા મહિને T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સિનિયર ખેલાડી જસપ્રીત બુમરાહને શ્રીલંકા પ્રવાસથી આરામ આપ્યો છે.

ભારતીય કોચ ગંભીરનું આ પ્રથમ અસાઇનમેન્ટ હશે
ગૌતમ ગંભીર 2 દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યો હતો. ભારતીય કોચ તરીકે ગંભીરની આ પહેલો અસાઇનમેન્ટ હશે. 42 વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે. T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ ખતમ થઈ ગયો. ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી ચાલશે


Related Posts

Load more