અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના ચંદ્ર રોવર મિશનને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ માટે તેમણે બજેટમાં વધારો અને પ્રક્ષેપણમાં વિલંબ થવાનો હવાલો આપ્યો છે.
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ગુરુવારે ચંદ્ર પર રોવર લેન્ડ કરવાના મિશનને રદ કરવાની જાહેરાત કરી હતી. આ માટે સ્પેસ એજન્સીએ ખર્ચમાં વધારો અને પ્રક્ષેપણમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. એજન્સીના ચંદ્ર સંશોધન કાર્યક્રમ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. નાસાના જણાવ્યા અનુસાર, તેણે આ મિશનના વિકાસ પર અત્યાર સુધીમાં લગભગ 450 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
નાસાના સાયન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર નિક્કી ફોક્સે જણાવ્યું હતું કે, “આના જેવા નિર્ણયો ક્યારેય સરળ નથી હોતા.” પરંતુ આ કિસ્સામાં, VIPER (વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલર એક્સપ્લોરેશન રોવર) માટે બાકી રહેલા ખર્ચને કારણે, અન્ય ઘણા મિશનને કા તો રદ કરવાં પડે અથવા તેઓને રોકવા પડ્યા હોય છે. નાસાના આર્ટેમિસ ચંદ્ર રોવર (VIPER ) નું મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ અને અન્ય સંસાધનોનું અન્વેષણ કરવાનું હતું.
રોવરને એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી દ્વારા પ્રદાન કરવામાં આવેલા લેન્ડર પર 2023 માં લોન્ચ કરવાની યોજના હતી. પરંતુ, 2022 માં, નાસાએ બ્રેફિન લેન્ડર વાહનના પ્રીફ્લાઇટ પરીક્ષણ માટે વધુ સમય આપવા માટે, 2024 ના અંત સુધી લોન્ચમાં વિલંબ કરવાની વાત કરી.
જેથી ગ્રીફીન લેન્ડર વિહીકલ ના પ્રિફ્લાઇટ ટેસ્ટ માટે વધુ સમય મળી શકે .આ પછી લોન્ચની તારીખ લંબાવીને સપ્ટેમ્બર 2025 કરવામાં આવી . જ્યારે, મિશનનો ખર્ચ વધીને 606.6 મિલિયન થવાનો અંદાજ હતો.