વડાપ્રધાન મોદીએ ફાઈનલમાં છેલ્લી ઓવરના બાદશાહ હાર્દિક પંડ્યા સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીની સામે હાર્દિક ભાવુક નજરે પડ્યા. હાર્દિકની ઉંઘ હરામ થઈ હતી. ODI વર્લ્ડ કપ 2023 બાદ ઈંઙક 2024ની મીની હરાજી થઈ.
આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને સુકાની પદ પરથી હટાવીને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી દીધી હતી.
જે બાદ હાર્દિકને 3-4 મહિના સુધી સતત ટ્રોલ કરવામાં આવ્યો, પછી તે મેદાન પર હોય કે સોશિયલ મીડિયા પર. જોકે ઘણા દિગ્ગજોએ હાર્દિકને ટેકો આપ્યો હતો, પરંતુ ચાહકો હાર્દિકની રમતની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. હાર્દિકે પીએમ મોદી સામે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
પીએમ મોદીએ જ્યારે હાર્દિક સાથે વાત કરી ત્યારે સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે, ‘છેલ્લા 6 મહિના મારા માટે ખૂબ જ મનોરંજક રહ્યા છે. ત્યારે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને લોકોએ મને ખરી ખોટી સંભળાવી. ઘણું બધું થયું અને મને હંમેશા લાગતું હતું કે હું જવાબ આપીશ તો રમત દ્વારા જ આપીશ. તેથી મને વિશ્ર્વાસ હતો કે હું મજબૂત રહીશ અને સખત મહેનત કરીશ. મેં સખત મહેનત કરી અને છેલ્લી ઓવર ફેંકવાની તક મળી.
…પણ તમે સૂર્યાને શું કહ્યું? : પીએમ મોદી
હાર્દિકનું દર્દ સાંભળીને પીએમ મોદીએ કહ્યું કે, ‘તારી ઓવર તો ઐતિહાસિક બની ગઈ, પણ તમે સૂર્યાને શું કહ્યું?’ આ સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, ‘તેણે આ કેચ લેતા જ અમે ઉજવણી કરવા લાગ્યા. અમે પછી સૂર્યા સાથે કેચની પુષ્ટિ કરી.’