રાજકોટ,તા.2
સૌરાષ્ટ્રમાં પડી રહેલા સર્વત્ર વરસાદના પગલે જળાશયોમાં પણ નવા નીરની ધમધોકાર આવક શરુ થઈ ગઈ છે અને અનેક ડેમોમાં નોંધપાત્ર માત્રામાં નવા નીરની આવક થવા પામી છે.
છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન રાજકોટ જીલ્લાના 11, મોરબીના 5, જામનગરના 17 અને દ્વારકા જીલ્લાના 10 ડેમોમાં 1થી22 ફુટ જેટલી નવા નીરની ધીંગી આવક થવા પામી છે.
આ અંગેની રાજકોટ સિંચાઈ વિભાગના ફલડ સેલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના જે 11 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નીર આવ્યા છે તેમાં ભાદર-1માં પોણો ફુટ, મોજમાં 4.20 ફુટ, ફોફળમાં અઢી ફુટ, વેણુ-2માં 7.35 ફુટ, આજી-3માં 3.41, સોડવદરમાં 5.58, સુરવોમાં 16 ફુટ, ન્યારી-2માં 0.33 ફુટ, ફાડદંગબેટીમાં 1.80 ફુટ, ખોડાપીપરમાં દોઢ ફુટ તથા ભાદર-2માં 15.26 ફુટ નવા નીરની આવક થવા પામી છે.
આ સાથે આજની સ્થિતિમાં રાજકોટ જીલ્લાના 27 ડેમોમાં 25.45 ટકા જળસંગ્રહ થઈ ગયો છે. આ ઉપરાંત મોરબી જીલ્લાના 10 ડેમો પૈકી પાંચ ડેમોમાં 0.5 થી 6 ફુટ જેટલુ નવુ પાણી આવ્યુ છે જેમાં મચ્છુ-2માં પોણો ફુટ, ડેમી-2માં 6.23 ફુટ, ઘોડાધ્રોઈમાં 3.44 ફુટ, બંગાવાડીમાં પોણો ફુટ અને બ્રાહ્મણી ડેમમાં 0.5 ફુટ તથા બ્રાહ્મણી-2માં 1 ફુટ નવુ પાણી આવ્યુ છે.
જયારે જામનગર જીલ્લાના 21 પૈકી 17 ડેમોમા નવા નીરની આવક થવા પામી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 1થી15 ફુટ જેટલુ નવુ પાણી 17 ડેમોમાં ઠલવાયુ છે.
પ્રાપ્ત વધુ વિગતો મુજબ જામનગર જિલ્લાના સસોઈમાં 1.97, પન્નામાં 1.18, ફુલઝરમાં 15.26, સપડામાં 6.74, વિજરખીમાં 2.5 ફુટ, ડાઈમીણસરમાં 2.17 ફુટ, ફોફડમાં 2 ફુટ, ઉડ-3માં 0.75 ફુટ, આજી-4માં 6.30, ઉડ-1માં દોઢ ફુટ તેમજ વાડીસંગમાં 11.55 ફુટ, ફુલઝર (કોબા)માં 13.29 ફુટ, રૂપાવટીમાં 3.61, રૂપારેલમાં 4, ઉમીયાસાગરમાં 12.63, સસોઈમાં 4.59 અને વગડીયામાં 16.57 ફુટ નવા નીરની આવક થઈ છે.
દરમ્યાન વધુમાં મળતી વિગતો મુજબ દ્વારકા જીલ્લાના 12 પૈકી 10 ડેમોમાં પણ નવા નીરની 1થી22 ફુટ જેટલી આવક થઈ છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 3.28 ફુટ, વર્તુ-1માં 11.48, ગઢકીમાં 15.26, વર્તુ-2માં 4.92, સોનમતીમાં 10.17, સેઢાભાડથરીમાં 13.94, વેરાડી-1માં 4.13, સીંધણીમાં 22, કાબરકામાં 1.15, વેરાડી-2માં 2.95 અને મીણસાર (વાનાવડ)માં 13.76 ફુટ નવા નીરની આવક થવા પામી છે. તેમજ સુરેન્દ્રનગરના મોરસલ ડેમમાં પણ 6.56 ફુટ જેટલુ નવુ પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયુ હતું.