વિરાટ, રોહિત બાદ હવે રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે

By: nationgujarat
30 Jun, 2024

ભારતીય ક્રિકેટ ટીમના ICC T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યાના બીજા જ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેના થોડા સમય બાદ રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે જડેડાએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

રવિન્દ્ર જેડજાએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું, “આભારથી ભરેલા હૃદય સાથે, હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહું છું. ગર્વ સાથે દોડતા અડીખમ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમા પણ આમ કરતો રહીશ. ફોર્મેટમાં ટી-20 વર્લ્ડ કપ જીતવું એ એક સપનું હતું.

રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 21.45ની એવરેજ અને 127.16ની સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા છે. આ સિવાય તેણે T20માં 54 વિકેટ પણ લીધી છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને 17 વર્ષની રાહ જોતા જ વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. વિરાટ કોહલીની જાહેરાતના થોડા સમય બાદ રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરતા નિવૃત્તિની જાહેરાત કરી હતી.


Related Posts

Load more