MPમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ભરશે આવકવેરો, 52 વર્ષ બાદ મોહન સરકારે બદલ્યા નિયમો

By: nationgujarat
25 Jun, 2024

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓ હવે પોતાનો ઈન્કમ ટેક્સ ભરશે. મંગળવારે સીએમ મોહન યાદવે આ મોટા નિર્ણયની જાહેરાત કરી છે. અત્યાર સુધી રાજ્યમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓનો આવકવેરો સરકાર ચૂકવતી હતી. આ નિર્ણયથી સરકાર પર કોઈ નાણાકીય બોજ નહીં પડે. વર્ષ 1972માં સરકાર માટે મંત્રીઓનો આવકવેરો ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. હવે 52 વર્ષ બાદ મોહન સરકારે તેમાં ફેરફાર કર્યો છે. કેબિનેટના તમામ મંત્રીઓની સહમતિથી આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.વર્ષ 1972માં સરકાર માટે મંત્રીઓનો આવકવેરો ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. હવે 52 વર્ષ બાદ મોહન સરકારે તેમાં ફેરફાર કર્યો છે. કેબિનેટના તમામ મંત્રીઓની સહમતિથી આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Related Posts

Load more