સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણનો કોર્પોરેશનનાં પ્લોટ પર કબજા મામલે ભાજપનાં કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી. સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ કરવા માંગ કરી હતી. યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. યુસુફ પઠાણે TP-22, FP-90 નો 10523 સ્કવેર ફૂટનો પ્લોટ પચાવી પાડ્યાનો આરોપ છે. તેમજ રાજ્ય સરકારે 2014 માં યુસુફ પઠાણને આપેલા પ્લોટની અરજી નામંજૂર કરી હતી.આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું કે, યુસુફ પઠાણને કોર્પોરેશનનો પ્લોટ 10 દિવસમાં ખાલી કરવા નોટિસ આપી હતી. તેમજ પ્લોટ ખાલી નહી કરે તો કોર્પરેશન બીજી વખત ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબજો મેળવશે. તેમજ યુસુફ પઠાણે ચૂંટણીનાં સોંગંદનામામાં પ્લોટ પોતાની માલિકીનો હોવાનું દર્શાવ્યું હતું
લેન્ડ ગ્રેબ્રિંગ સુધીની કાર્યવાહી કરવાની માંગઃ નીતિન દોંગા(કોર્પોરેટ)
આ સમગ્ર મામલે ભાજપનાં કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને થોડા દિવસ પહેલા જાણ થઈ કે સાંસદ યુસુફ પઠાણ દ્વારા ટીપી 22 માં ફાઈનલ પ્લોટ 90 પર કબ્જો કરેલ છે. જેથી તેઓનો નોટીસ આપવામાં આવી હતી. ત્યારે મારી સ્પષ્ટ માંગણી છે કે સાંસદ દ્વારા દેશમાં કાયદાનું પણ પાલન કરવાનું છે અને નવા કાયદા ઘડવાનાં છે. પોતે જ આવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય. તેમજ તેઓએ ચૂંટણી એફીડેવિટમાં પણ તેઓએ પ્લોટને પોતાની માલીકીનો બતાવ્યો છે. એટલે આ કૃત્ય 100 ટકા ખોટું હોય તો એક દાખલો બેસે એ રૂપે કાયદેસરની કાર્યવાહી કરી. લેન્ડ ગ્રેબિંગ સુધીની કાર્યવાહી કરવાની મારી માંગ છે