Congress protest on Game Zone Fire in Rajkot : રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે.
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આ મામલે દેખાવ શરુ કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢશેકોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો છે. કોંગ્રેસના દેખાવ અને રેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે.