ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી જેમના કામની ચર્ચા પ્રદેશમા નહી પણ દેશભરમા થઇ રહી છે. કેદારનાથ યાત્રનુ સંચલાન સફળતા પુર્વક કર્યુ છે તેમ ત્યાની જનતા જણાવી રહી છે. લોકસભા ચૂંટણીમા પણ સીએમ ધામીએ પંજાબ,દિલ્હી તેલંગાણા,ઝારખંડ અને યુપી સહિત ઘણા રાજયોમા પ્રચારની જવાબદારી સોંપાઇ હતી. સીએમ ધામી રૂષીકેશમા શ્રદ્ધાળુઓના ખબર અંતર જાણવા પહોંચ્યા હતા જેને લોકોનુ દિલ જીત્યુ આમ પ્રદેશના મુખ્યમંત્રી તો કામ કરીને વાહવાહી લઇ રહ્યા છે તેની સાથે હવે તેમના પત્ની પણ સેવાકીય કાર્યો કરી પતિનો સાથ આપી રહ્યા છે. ગીતા ધામી પર્યાવરણને લઇ ઘણુ કામ કર્યુ છે. ગીતા ધામી સેવા સંકલ્પ ફાઉન્ડેશનથી ઘણા જનસેવાકીય કાર્યો કરી રહ્યા છે. પ્રદેશમા ગરીબો અને દર્દીઓ માટે પણ ઘણા કામ કર્યા હોવાની માહીત મળી રહી છે.
ગીતા ધામી એ એક પોસ્ટ કરતા જણા્વ્યું કે, ગ્રામસભા ચૌડા રાજપુરા (ચંપાવત)માં પહોંચી ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું.આ પ્રસંગે વૃદ્ધ મહિલાઓ અને દિવ્યાંગો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગીતા હ્રદયસ્પર્શી હતી. ઉપસ્થિતોને પર્યાવરણની જાળવણીના હેતુથી ફળદાયી અને સંદિગ્ધ પ્રજાતિના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.’સેવા સંકલ્પ’ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે એક વિશાળ અભિયાન ચલાવી રહ્યું છે અને વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે.
ગ્રામસભા ચૌડા રાજપુરાના રહીશોને સંબોધતા તેમણે પર્યાવરણ જાળવણી અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ જે રીતે ઉત્સાહભેર ભાગ લીધો છે તેનાથી હૃદય અત્યંત ખુશ છે.
આમ કોઇ પ્રદેશના મુખ્યમંત્રીમંત્રી સાથે તેમના પત્ની પણ સેવાકીય કાર્યો કરી રહ્યા છે