Related Posts
શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ, પાસિંગનો બોજો આવતા ભાવ વધાર્યો છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 વધાર્યા છે. આખા રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે.સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે. આ વધારા પાછળ કારણ એવું કહેવામાં આવ્યું છે કે, ‘RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજારનો બોજો આવતા આ ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરી દેવામાં આવશે.’