ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગમાં ઉતર્યા છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
પાકિસ્તાન (PAK): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર.
ફેક્ટ્સ- વિરાટ અણનમ રહે તો જીત નિશ્ચિતઃ વિરાટ પાકિસ્તાન સામે વર્લ્ડકપની 7 મેચમાં 5 વખત બેટિંગ કરવા આવ્યો હતો. વિરાટ 4 વખત અણનમ રહ્યો અને ભારતે દરેક મેચ જીતી. કોહલીના આઉટ થયા બાદ ભારત હારી ગયું હતું. ટૂંકમાં કોહલી પાકિસ્તાન સામે ભારતની જીતની લગભગ ગેરંટી છે.