અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળશે મોટી જવાબદારી – સુત્ર

By: nationgujarat
09 Jun, 2024

વિદેશના મહેમાનોની હાજરીમાં શપથવિધિ યોજાવાની છે, ત્યારે PM પદના શપથ પહેલા નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશની વિરલ વિભૂતીઓને વંદન કર્યા હતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદી રાજઘાટ પર પહોંચ્યા હતા જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ સદૈવ અટલ પર પહોંચી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને નમન કર્યા હતા. રાજઘાટ અને સદૈવ અટલ સમાધી સ્થળ બાદ નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશના શહીદવીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમર જવાન જ્યોત પર દેશ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીરોને વંદન કર્યા હતા. વોર મેમોરિયલની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ સાથે રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, ભારતની લોકશાહીના ઈતિહાસમાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી જ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. ત્યારે નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ. ત્યારે સૌની નજર ગુજરાતના કયા નેતાઓને મંત્રીપદ મળશે તેના પર છે.

નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ
આજે નવી મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. ત્યારે મોદી કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીએ સંભવિત મંત્રીઓને ચા પીવા બોલાવ્યા છે. થોડીવારમાં પીએમ આવાસ પહોંચી શકે છે. આ તમામ મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે આજે સાંજે શપથ લેશે. મોદી સરકારની ગત ટર્મમા ગુજરાતના અનેક નેતાઓને મંત્રીપદ મળ્યુ હતું. પરંતુ આ વખતે એનડીએની સરકારમાં ગુજરાતના નેતાઓના પત્તા કટ થઈ શકે છે. ત્યારે હાલ ગુજરાતના જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાઁ છે તેમના પર એક નજર કરીએ.

ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?  
અમિત શાહ, સી.આર.પાટીલ,  મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા

2014માં ગુજરાતમાં કોણ હતું મંત્રી? 
અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા

2019માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?  
એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા


Related Posts

Load more