લોકસભાનુ પરિણામ જાહેર થયુ આ પરિણામે સૌને ચૌકવી દીધા છે દેશની જનતાએ કોઇ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ જનાદેશ આપ્યો નથી એનો અર્થ એ છે કે દેશમા ફરી ગઠબંધનની સરકાર આવશે. સતત બે વખત જનતાએ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યુ પણ કોઇ ક જગ્યાએ કચાસ રહી ગઇ છે તેનુ મનોમંથન પણ ભાજપ કરશે. ખેર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમા ભાજપ સતત બે વખત 26 માથી 26 જીત્યુ હતુ અને આ વખતે પેજ સમિતિના પ્રણેતા કહેવાતા અને જેમના નેતૃત્વમા ભાજપે ગુજરાતમા ઐતિહાસિક જીતનો આંક મેળવ્યા પછી દરેક બેઠક પાંચ લાખની લાીડ સાથે જીતવાનો સંકલ્પ કાર્યકર્તાઓને આપ્યો હતો અને આ માટે અન્ય રાજકીય પાર્ટીના નેતાઓને પણ ભાજપ પ્રવેશ શરૂ કરી દીધો હતો. ગુજરાતમા ફરી 26 માથી 26 જીતવાનુ અનુમાન આ વખતે ખોટુ પડયુ છે.
પાટીલ 26 બેઠકો જીત તેમનો એક સફળ પ્રમુખ તરીકેની છબી કરવા માગતા હતા પરંતુ તેમના સોનાની થાળીમા ગેનીબેને લોખંડી ખીલ્લો મારી દીધો છે. આ વખતે કોંગ્રેસ તેમના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમા ગુજરાતમા ફરી કાર્યકર્તાઓમા આશાનુ કિરણ જવલીત કરવામા સફળ રહ્યા. શક્તિસિંહ ગોહિલે ભાજપના હેટ્રીક રેકોર્ડને થતા રોકી દીધો છે. આ વખતે પહેલી વખત કોંગ્રેસમા ઉમેદવાર જાહેર થયા પછી કકળાટ જોવા મળ્યો નહી અને શક્તિસિંહે ખૂબ હોશિયારી પુર્વક ઉમેદવારોની પસંદગી કરી અને ભાજપને ટક્કર આપી જેમા બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેને ભાજપના ગઢમા ભૂવો પાડી દીધો છે.
આ ચૂંટણીમા ગેનીબેને બનાસકાંઠાની જનતાનુ દિલ જીતી લીધુ હતુ ચૂંટણી દરમિયાન ગેનીબેને બનાસકાંઠાની જનતાને ભાવુક વાત કરી તે બનાસની જનતાને દિલમા વાગ્યુ હોય તેમ લાગે છે ગેનીબેને બનાસની જનતાને કહ્યુ હતુ કે હુ બનાસની દિકરી છુ કોઇ સારો પ્રસંગ હોય ત્યારે મામરે કરવુ પડે તેમ બનાસની જનતા મારુ મામેરુ કરશે તેવી આશા છે. તેમા કોઇ બે મત નથી કે કોંગ્રેસ તરફથી ગેનીબેને જીતવા માટે કોઇ કચાસ બાકી નથી રાખી સખત પરિશ્રમ કરી ભાજપના પેજ સમિતિ અને મોટા સંગઠન સામે એકલા હાથે લડીને જીત મેળવી છે. ગેનીબેને જીત પછી કહ્યુ હતુ કે , બનાસકાંઠાના મતદારોનો આભાર વ્યકત કરુ છું. મે ગરિબ દિકરી તરીકે મામેરુ માગ્યુ હતુ અને બનાસજની જનતાએ મારુ મામેરુ ભર્યુ છે જનતાના દરેક કામ માટે તેમની સાથે રહીશ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પાલનપુરના ચડોતર નજીક જંગી સભાને સંબોધન કર્યું હતુ ત્યારેસંબોધન કરતા દરમિયાન તેઓ સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે હું તમને વચન આપું છું, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે. તેમણે કહ્યું કે, મારા પર બનાસકાંઠાની પ્રજાનું ઋણ છે. આ કહેતા જ તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમના ભાવુક થયા બાદ બનાસની બેન ગેનીબેનના નારાથી લોકોએ વધાવ્યા હતા.
પ્રચાર દરમિયાન એકલા હાથે ગેનીબેને સખત મહેનત કરી અને તેમને પરિણામ મળ્યુ તેમની ગેની બહેનની જીત એક આદર્શ જીત ગણી શકાય તેમની મહેનતથી શીખ પણ લઇ શકાય કે કેવી રીતે સંઘર્ષ સમયે પણ સફળતા મેળવી શકાય. ખેર હવે ગેનીબેન જીત્યા છે તેમને અભિનંદન પણ હવે બનાસકાંઠામા કેવા કામ કરે છે જનતાનુ રૂણ કેવુ ચુકવશે તે પણ આવનાસ સમય બતાવશે. કોંગ્રેસને એક બેઠક મળી તેમા શક્તિસિંહ ગોહિલને પણ મહત્વનો શ્રેય જાય છે અને શક્તિસિંહ ગોહિલ આવનાર ચૂંટણીમા કોંગ્રેસની શક્તિ કેટલી વઘારશે તે જોવુ રસપ્રદ રહેશે.