T-20 વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહ્યો છે. આ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે (3 જૂન) મેગા ઇવેન્ટ માટે ઇનામી રકમની જાહેરાત કરી હતી.
ICC T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ ($2.45 મિલિયન) મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ એટલે કે રનર અપને અંદાજે રૂ. 10.64 કરોડ ($1.28 મિલિયન) મળશે.જ્યારે સેમિફાઇનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને સમાન રકમ રૂ. 6.54 કરોડ ($787,500) આપવામાં આવશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમને ICC દ્વારા અમુક રકમ આપવામાં આવશે.
જે ટીમો સુપર એઈટ (બીજા રાઉન્ડ)થી આગળ નહીં વધે તે દરેકને $382,500 મળશે. નવમાથી 12મા ક્રમે આવનાર દરેક ટીમને $247,500 મળશે. જ્યારે 13માથી 20મા સ્થાને આવનારી ટીમોને $225,000 મળશે. આ સિવાય, મેચ જીતવા પર (સેમિ-ફાઇનલ અને ફાઇનલ સિવાય) ટીમોને વધારાના $31,154 મળશે. T20 વર્લ્ડ કપ માટે કુલ $11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે.
વિજેતા ટીને 20.36 કરોડ
ઉપ વિજેતાને 10.64 કરોડ
સેમિફાઇનલ ટીમને 6.54 કરોડ