દૂધના ભાવ સાથે હવે હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો

By: nationgujarat
03 Jun, 2024

Toll Tax: નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું મોંઘુ થઈ ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ સોમવારથી વધુ ચુકવણી કરવી પડશે

હાઈવે પર વાહન ચલાવતા ચાલકોના ચાર્જમાં વાર્ષિક સંશોધન પહેલા 1 એપ્રિલથી લાગૂ થવાનું હતું. પરંતુ લોકસભા ચૂંટણીને કારણે વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વાર્ષિક સંશોધન એવરેજ 5 ટકાની અંદર રહેવાની સંભાવના છે.


Related Posts

Load more