શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા – કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ – રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસભેર ઉજવણી – વિધ વિધ ભક્તિ નૃત્યો – સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજન – અર્ચન, અન્નકૂટ દર્શન આરતી, સ્વાગત સામૈયું,શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ – ભારત દ્વારા સેલ્યુટ વગેરે તથા ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ…
શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા – કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ – રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને શિબિકામાં બિરાજમાન કરી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, સંતો હરિભક્તો સહિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ – ભારત દ્વારા વાજતેગાજતે સ્વાગત સામૈયું કરતા સભામંડપમાં પધાર્યા હતા.
ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા સદ્ ભાવ પર્વે પરમ પૂજ્ય વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજનું
પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સ્તુતિ વંદના, અર્પણવિધિ,
પૂજનીય સંતોની શબ્દ પુષ્પાંજલિ, અન્નકૂટ દર્શન, આરતીઓ વિધ વિધ ભક્તિ નૃત્યો – સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે અનેકવિધ કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
વળી, શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરાના ૭૧ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવના મૂર્ધન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પાવનકારી મૂર્ધન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ
એટલે ગુરુભક્તિ, સહનશીલતા, પરોપકારી તથા સદ્ગુણોથી ભરેલી પ્રેમમયમૂર્તિ. ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞના યજમાન પરિવારનાં નાનાં મોટા આબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને ભકિતભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રતિષ્ઠોત્સવને ભકિતભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.