નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ…નરોકના ગવર્નરે લીલી ઝંડી આપી ….
તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલમાં ૧૧ લોકોના મોત થયા જયારે ૨ હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા, આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ હતી જેને નરોકના ગવર્નર પેટ્રિક ઓલે એનટુટુ અને સાંસદ કીટીલઈ એનટુટુએ લીલી ઝંડી આપી રાહત સામગ્રીની ટ્રકને રવાના કરાઈ હતી.
નૂનુ સંઘાણી, અરુણ રાબડીયા અને પ્રકાશ પીંડોરિયા સહિતના હરિભક્તો રાહત સામગ્રી લઈને પીડિતોની વચ્ચે પહોંચ્યા હતા જેમાં ૨૧૦ ગાદલા, ૨૧૦ બ્લેન્કેટ, ચમ્પલ, ખાદ્ય સામગ્રી, મકાઈનો લોટ (ઉંગા) પાંચ કિલોની એક એવી ૨૦૦ બેગ, બાળકો માટેના દૂધ, જ્યુસ વિગેરેનું વિતરણ કરાયું હતું.