T20 World Cup 2024 માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, દિનેશ કાર્તિક સહિત આ દિગ્ગજોની એન્ટ્રી

By: nationgujarat
24 May, 2024

T20 World Cup 2024 Commentary Panel: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024(ICC T20 World Cup 2024) શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ T20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે.

સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. કાર્તિકે વર્તમાન IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે IPLની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે તેની તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

દિનેશ કાર્તિક ઉપરાંત ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓ’બ્રાયનને પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટરી પેનલ

દિનેશ કાર્તિક (ભારત), ડેની મોરિસન (ન્યુઝીલેન્ડ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), હર્ષ ભોગલે (ભારત), રવિ શાસ્ત્રી (ભારત), શોન પોલોક (દક્ષિણ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) નાસિર હુસેન(ઈંગ્લેન્ડ), ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ) ડેલ સ્ટેન(દક્ષિણ આફ્રિકા) એલન વિલ્કિંસ (ઈંગ્લેન્ડ),  વકાર યુનુસ(પાકિસ્તાન)  ઈયાન વાર્ડ (ઈંગ્લેન્ડ),  લિસા સ્ટાલેકર (ઓસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા),  માઈક એથર્ટન (ઈંગ્લેન્ડ), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), સિમોન ડૂલ (ન્યુઝીલેન્ડ), એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), ડેરેન ગંગા (વેસ્ટ ઈન્ડિઝ), સુનિલ ગાવસ્કર (ભારત), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા), મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), માઈક હેસમેન (ઓસ્ટ્રેલિયા), જેમ્સ ઓબ્રાયન (યુએસએ), કેટી માર્ટિન (ન્યુઝીલેન્ડ), પોમી મ્બાન્ગ્વા (ઝિમ્બાબ્વે), ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ), એલિસન મિશેલ (ઇંગ્લેન્ડ), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), કાસ નાયડુ (દક્ષિણ આફ્રિકા), નિઆલ ઓ ઓ બ્રાયન (આયર્લેન્ડ), એબોની રેઈનફોર્ડ-બ્રેન્ટ (ઈંગ્લેન્ડ), રમીઝ રાજા (પાકિસ્તાન).


Related Posts

Load more