મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા શુક્રવારે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે KKR દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. KKR દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક ટૂંકી ક્લિપ શેર કરવામાં આવી હતી, જે થોડા સમય પછી કાઢી નાખવામાં આવી હતી. તે વીડિયોમાં રોહિત શર્મા KKR સપોર્ટ સ્ટાફ મેમ્બર અભિષેક નાયર સાથે જોવા મળ્યો હતો. તેમાં તેણે સંકેત આપ્યો હતો કે તે આ સિઝનમાં MI કેમ્પમાં ચાલી રહેલી બાબતોથી બિલકુલ ખુશ નથી. વાસ્તવમાં, થોડા કલાકો પછી, કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી KKR vs MI મેચ પહેલા વરસાદ વચ્ચે રોહિત શર્મા KKR ફ્રેન્ચાઈઝીના સભ્યો સાથે તેમના ડ્રેસિંગ રૂમમાં ઉગ્ર મીટિંગ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેકેઆર અને રોહિત શર્મા વચ્ચે થોડો વિવાદ ચાલી રહ્યો છે.
શનિવારે કોલકાતામાં KKR vs MI મેચ થોડી મોડી શરૂ થઈ હતી. મેચ 7:30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ 9:15 વાગ્યે શરૂ થઈ. રોહિત શર્મા વરસાદ વચ્ચે KKR ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. ત્યાં તે KKRના સહાયક કોચ અભિષેક નાયર અને કેટલાક અન્ય સભ્યો અને ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. અભિષેક નાયર ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ, બેટ્સમેન મનીષ પાંડે, બોલર વરુણ ચક્રવર્તી અને વિકેટકીપર કેએસ ભરત હાજર રહ્યા હતા. આ વીડિયો અને KKR દ્વારા ડિલીટ કરાયેલા અગાઉના વીડિયો બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા આગામી સિઝનથી MI છોડી શકે છે અને KKR તરફથી રમતા જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે IPL 2025 પહેલા એક મેગા ઓક્શન યોજવામાં આવશે અને ટીમો ફરીથી બનાવવામાં આવશે. ખેલાડીઓને તેમની ટીમ સાથે રહેવાની અને જો તેઓ ઈચ્છે તો ટીમથી દૂર રહેવાની તક મળશે. જો કે, MIએ રોહિત શર્મા સાથે જે રીતે વર્તન કર્યું છે તેનાથી તે નારાજ છે. ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવવા છતાં, MIએ રોહિતને કેપ્ટનશીપથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી હતી. પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે પણ કહ્યું છે કે તે KKR સાથે રોહીત શર્મા જોડાઇ શકે છે.