આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં મંદિરના મજુરોનું પુજન કરી , ભેટ અર્પણ કરીને પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. અને મોઢું મીઠું કરાવીને ગુજરાત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી..
આ તકે મજૂર દિવસનું મહત્વ અને ઇતિહાસ શું છે. સાથે જ ભારતમાં લેબર ડેની ઉજવણી ક્યારથી શરૂ થઇ હતી તેની માહિતી આપતા મુખ્યકોઠારી ડો. સંત સ્વામીએ કહ્યુ હતુ કે, ભારતમા ૧૯૨૩થી મજુર દિવસ ઉજવાય છે પરંતુ વડતાલ મંદિરની ધજા નીચે આજે પ્રથમવાર આ દિવસની ઉજવણી થઈ રહી છે. અમે પણ પગાર વિનાના સ્વામિનારાયણના મજુર જ છીએ.. આપણું સદ્દભાગ્ય છે કે, આપણને આ પરિસરમાં મજુરી કરવાની તક મળી છે.. આપણે ઈમાનદારીથી દરેક કામ કરીએ. આપણેને કર્મ કરવાનો અધિકાર છે . ફળ ભગવાનના હાથમાં છે. આચાર્ય મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ મળે, એવી મજુરી ૨૦૦ વર્ષના ઉત્સવમાં કરવી છે , એ મક્કમ નિર્ધાર કરજો..
આ કાર્યક્રમ દરમિયાન દરેકને પુષ્પમાળા પહેરાવી – ચંદનની અર્ચા કરીને એક એક ડજન ફુલ સ્કેપ ચોપડા આપવામા આવ્યા હતા. ડો સંત સ્વામી – મુખ્યકોઠારીશ્રી, ગોવિંદપ્રસાદ સ્વામી મોતપુરવાળા , મુનિવલ્લભ સ્વામી , પાર્ષદ ઘનશ્યામ ભગત ટ્રસ્ટીશ્રી , માનસપ્રકાશ સ્વામી , હરિકૃષ્ણ સ્વામી , મહેન્દ્રભાઈ વગેરેએ હાજરી આપી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું ..