Related Posts
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ અને કુમકુમ મંદિરમાં ભગવાન વિરાજમાન થયા એના પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો .
આ અન્નકૂટ લગભગ સાત દિવસથી તૈયાર કરવામાં આવતો હતો.
જેની અંદર અનેક પ્રકારના ભગવાન માટે ભગવાન અને ફરસાણ તૈયાર કરવામાં આવ્યા હતા. જે અન્નકૂટ તૈયાર કરવામાં કુમકુમ મંદિરની મહિલાઓએ વિશેષ સેવા આપી હતી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના વખતથી અન્નકૂટ ધરાવવાની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી આવી છે.
આ પરંપરા અનુસાર કુમકુમ મંદિર માં અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.