લોકસભા ચૂંટણીના ગાંધીનગર બેઠકના ઉમેદવાર કેન્દ્ગીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રેલીમાં જય શ્રીરામ’ના નારા લાગ્યા હતા. કેન્દ્ગીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર પણ આ રેલીમાં જોડાયા હતા. ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આકરી ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી હતી. આજે રોડ શો બાદ આવતીકાલે કેન્દ્ગીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.
GSTVના રિપોર્ટરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રૂપાલા વિવાદ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટમાં રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેમણે જવાબમાં કહ્યું કે “મને લાગે છે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી”. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી મામલે હજુ વિવાદ શમ્યો નથી.ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે મંગળવારે પરશોત્તમ રૂપાલાએ રેલી યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ જંગીસભાને સંબોધતી વખતે અંતમાં કહ્યું હતું કે ક્ષત્રિય સમાજના સાથ અને સહકારની જરૂર. ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’