બોક્સર વિજેન્દ્ર સિંહ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો

By: nationgujarat
03 Apr, 2024

આંતરરાષ્ટ્રીય બોકસર વિજેન્દ્ર કુમારને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે આજે ભાજપમાં સામેલ થયા છે. વિજેન્દ્ર સિંહને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.બોક્સર વિજેન્દ્ર સિંહ આજે ભાજપમાં જોડાયો. તેઓ આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બોકસર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયો છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક લાઈન પોસ્ટ કરી હતી. ત્યારબાદ એવી અટકળો થઈ રહી હતી કે, વિજેન્દ્ર સિંહ ભાજપમાં સામેલ થઈ શકે છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી

વિજેન્દ્ર કુમારે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી. તે ભાજપના રમેશ બિધૂડી સામે ચૂંટણી હારી ગયો હતો. બિધૂડીને 6 લાખ 87 હજારથી વધારે મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાધવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ મત મળ્યા હતા. તો વિજેન્દ્ર કુમારને 1 લાખ 64 હજારથી વધારે મત મળ્યા હતા.

વિજેન્દ્ર કુમાર મુળ હરિયાણા જિલ્લાના ભિવાનીનો રહેવાસી છે. તે જાટ સમુદાયમાંથી આવે છે. ત્યારે પશ્ચિમી યુપી અને હરિયાણાની સીટ પર ભાજપ માટે ફાયદો થઈ શકે છે. વિજેન્દ્રે 2008માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં 7મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે અને 4 જૂનના રોજ પરિણામ આવશે. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ મહેનતમાં લાગી ચૂકી છે.


Related Posts

Load more