ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની 7મી મેચ આજે (26 માર્ચ) રમાશે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને છેલ્લી વખત ટાઈટલ જીતનાર ગુજરાત ટાઈટન્સ (GT) આમને-સામને થશે.ગુજરાતની ટીમનું સુકાન શુભમન ગિલ અને ચેન્નાઈની ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ કરી રહ્યા છે. બંને પહેલીવાર IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. ગત વખતે ચેન્નાઈએ ફાઇનલમાં ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આજની મેચ ચેન્નાઈમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પથિરાના હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને હવે પરત ફર્યો છે. તે ચેન્નાઈની ટીમ સાથે પણ જોડાઈ ગયો છે. પરંતુ તે આ મેચ રમશે કે નહીં તેના પર હજુ પણ સસ્પેન્સ છે.બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાને પ્રથમ મેચમાં 10 બોલમાં 4 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં તે પથિરાના આવ્યા બાદ પણ ટીમમાં રહી શકે છે.
ચેન્નાઇ ની ટીમ – રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરેલ મિશેલ, શિવમ દુબે/મુસ્તાફિઝુર રહેમાન (ઈમ્પેક્ટ પ્લેયર), રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહિષ તિક્ષિના અને તુષાર દેશપાંડે.
ગુજરાતની ટીમ – શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન/મોહિત શર્મા (ઈમ્પેક્ટ પ્લેયર), અઝમતુલ્લા ઉમરઝાઈ, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, આર સાઈ કિશોર અને સ્પેન્સર જોન્સન.