ભાજપે ગઇકાલે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારોના નામે આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ ‘નૉ રિપીટ થિયરી’ પર કામ કરી રહ્યું છે, ‘નૉ રિપીટ થિયરી’ ની વાતો વચ્ચે ભાજપે આ વખતે માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે. બાકીના 12 સાંસદોને રિપીટ કર્યા છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટીને 14 સાંસદોના પત્તા કાપવા પડ્યા છે, તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે અને 12 સાંસદોને રિપીટ કર્યા છે.
2024માં ભાજપની ચાર મહિલાને ટિકિટ –
વર્ષ 2019ની સરખામણીમાં ભાજપે ગુજરાતમાં આ વખતે પુરજોશમાં કામ શરૂ કર્યુ છે અને મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને બદલ્યા છે. આ વખતે ભાજપે ચાર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ, ભાવનગર લોકસભા બેઠક પરથી નિમુબેન, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે.