દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગને લઈને કેજરીવાલની EDએ ધરપકડ કરવામા આવી છે. ED કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસો કરશે. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી હતી. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે EDએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી. ત્યારે આજે ગુજરાતભરમાં AAP ના કાર્યકર્તાઓદ ્વારા કેજરીવાલની ધરપકડનો વિરોધ કરાયો છે. જેમાં મોટી સંખ્યામા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી છએ.
સુરતમાં વિરોધ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ED દ્વારા ધરપકડ મામલે સુરત આપ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા અને કોંગ્રેસના લૉકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા હતા. વિરોધ વધુ ના વકરે તે માટે મોટી સંખ્યા માં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા આપના 20 કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા હતા.
રાજકોટમાં વિરોધ
તો બીજી તરફ, રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડનો મામલે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. ઈન્ડિયન એલાયન્સ દ્વારા કિસાનપરા ચોકમાં વિરોધ દર્શાવાયો હતો. કોંગ્રેસ અને AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલની લિકરકાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે AAPના ધારાસભ્ય સહિતના આગેવાનો અને કોંગ્રેસના પ્રદેશ અને શહેરના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા. રાજકોટમાં AAP ના કાર્યકરો અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે. NCP નેતા રેશમા પટેલની પણ અટકાયત કરાઈ. કિસાનપરા ચોક ખાતે AAPના ધારાસભ્ય રોડ પર બેસી ચક્કાજામ કર્યો.